ઘરગથ્થુ ઇલાજ ‘પ્રેમ’

          ઘરગથ્થુ ઇલાજ

                    ‘પ્રેમ‘
 તાઃ૩૦/૭/૨૦૦૯                   પ્રદીપ બ્રહ્મભટ્ટ
એક નજર જ્યાં પડે પ્રેમની, ભાગે દુઃખડાં દુર
આવે સ્નેહના વાદળ ઘેરા,મળે જીવનમાં ચૈન
                                              ……..એક નજર જ્યાં પડે.
હૈયાનીએ વરાળ વ્હાલી,જીવ જગતના જાય હાલી
પ્રેમનીઆવે વરાળથોડી,મળીજાય અમૃતની ઝોળી
જ્યાં લાગણીવળગી ચાલે દેહે,નામાગણી રહે સહેજે 
અંતરનો ઉમંગ અનેરો,આવે જીવનમાંએ અલબેલો
                                                ……..એક નજર જ્યાં પડે.
દવા દારુ ના કામ જ આવે,ના કોઇ કરી શકે ઇલાજ
વ્યથા તો તનથી દુર જ ભાગે,જ્યાં મળે હૈયાનો હાર
મળતી [...]

મા તારા શરણે

                     મા તારા શરણે
તાઃ૨૯/૭/૨૦૦૯                પ્રદીપ બ્રહ્મભટ્ટ
મનથી માગું મા પ્રેમ તારો, પ્રભાતના પહેલા કિરણે
ઉજ્વળ જીવન પાવન કર્મ,ભક્તિ સંગે આવજો અંગે
                                       ……મનથી માગું મા પ્રેમ.
રાખુ શ્રધ્ધા વિશ્ર્વાસ મા તારો,પકડજે મા હાથ મારો
આવી આંગણે કૃપા દેજો મા,મુક્તિ દેજો મા આ જન્મે
નારહે અપેક્ષા કે કોઇભાવના,જીવને શાંન્તિ મળે જગે
પામર જીવન ને મિથ્યા મોહ, વળગી ચાલે આ દેહે
                                      …….મનથી માગું મા પ્રેમ.
પકડજો [...]

રાખડી

                         રાખડી
તાઃ૨૮/૭/૨૦૦૯                       પ્રદીપ બ્રહ્મભટ્ટ
તાંતણો જગમાં છે બંધનનો,ને પ્રેમની છે સાંકળ
ભાઇબહેનની ભાવના જગમાં,ના તેમાંકોઇ ઢાંકણ
                               ……..તાંતણો જગમાં છે બંધનનો.
માતાપિતાના પ્રેમની લાગણી,વરસે જેમ વાદળ
ના છે તેમાં સ્વાર્થ જરાપણ,ને ના તેમાં છે ઉભરો
લઇને આવે બહેન રાખડી,ભાઇને દેવા સાચો પ્રેમ
બંધન છે એવા જગમાં,ના દેખાય તેમાંકોઇ ઉભરો
                               ……..તાંતણો જગમાં છે બંધનનો.
કદીક પ્રેમની કડી તુટે, પણ ના ભાવના પ્રેમની
એક કદમ આગળ ચાલે,જ્યાં હૈયે [...]

શ્રાવણનો સોમવાર

                    શ્રાવણનો સોમવાર
તાઃ૨૭/૭/૨૦૦૯     સોમવાર     પ્રદીપ બ્રહ્મભટ્ટ
મહાદેવને ચરણે વંદન, પુંજન અર્ચન કરીએ
આરતી કરીએ પ્રેમ ભાવથી, ધુપદીપ ધરીએ
                                        ……મહાદેવને ચરણે વંદન.
આવજો સોમવાર પ્રભાતે, શ્રાવણ માસના રંગે
ધુપદીપને દુધ છે હાથે, લાવજો ગૌરીમાને સંગે
ભોલેનાથના ચરણેવંદન,ડમરુ મૃદંગ જ્યાં ગાજે
કૃપા પામવા પ્રદીપ વંદે,સંગે લઇ રમાને આજે
                                          ……મહાદેવને ચરણે વંદન.
બંમબંમ ભોલે મહાદેવ, દેવાધીદેવ જગે કહેવાય
કૃપા મળીજાય આભવે,તો પાવન જન્મ થઇજાય
ગજાનંદનો પ્રેમ [...]

ગામનો વાઘરી

                     ગામનો વાઘરી
તાઃ૨૬/૭/૨૦૦૯                          પ્રદીપ બ્રહ્મભટ્ટ
હું નાપા ગામનો વાઘરી, નામ મારું ભઇ ઝુડીયો
જ્યાં ગંધ ગામમાં આવે,ત્યાં દોડીદુર તેને કરતો
                                  ……..હું નાપા ગામનો વાઘરી.
ગામમાં મારું ઘર છેવાડે,ના રહે કોઇ મારી પડખે
એકલો રહેતો ઘરવાળીસાથે,ને છોકરાંનોપ્રેમલેતો
બે મારા પોયરા મોટા, ને નાની મારે એક પોયરી
ગાંમમાં ના રહેતા અમે,છેવાડે નાની એક ઝુંપડી
                                   ……..હું નાપા ગામનો વાઘરી.
મરણ થાય કે ગંદકી વધે, દોડી ગામમાં હું જાતો
રાહ [...]

વહેતા ઝરણાં

                 વહેતા ઝરણાં
તાઃ૨૬/૭/૨૦૦૯                       પ્રદીપ બ્રહ્મભટ્ટ
ખળખળ વહેતા ઝરણાં,પર્વત પર પ્રેમે વહેતા
મધુરતાની મહેંક દેખતા, માનવ મનડાં હરતા
                                  ……….ખળખળ વહેતા ઝરણાં.
કુદરતની આલીલા ન્યારી,પ્રેમની ભરીદે પ્યાલી
દ્રષ્ટિનો સહવાસ રહે ત્યાં, ઉજ્વળ જીવન રહેતા
                                  ……….ખળખળ વહેતા ઝરણાં.
મંદપવનની લહેરલેતા,ખળખળએવો અવાજ દેતા
વહેતા નાનાઝરણાંએવા,જીવજગતના શાંન્તિલેતા
                                     ………ખળખળ વહેતા ઝરણાં.
સાગરનો સથવારો નાલેતા,કે ના નદીના વહેણનો
મૃદુ જીવન જગને દેતા,એવા નાના ઝરણા વહેતા
                                    ……….ખળખળ વહેતા ઝરણાં.
પર્વતના ઝરણાને જોતા,શાંન્તિ [...]

અજાણી શાંન્તિ

                 અજાણી શાંન્તિ
તાઃ૨૬/૭/૨૦૦૯                         પ્રદીપ બ્રહ્મભટ્ટ
શાંન્તિ શાંન્તિ શોધતા જગમાં,મળી ગઇ અશાંન્તિ
ક્યાંથી ક્યાં શોધી તમે ને, ત્યાં બની ગઇ અજાણી
                                      ……….શાંન્તિ શાંન્તિ શોધતા.
લીધી લાકડી માયાની,ને શોધવા નીકળ્યા શાંન્તિ
અહીં મળે કે તહીં મળે,ના જગમાં કોઇએ તે જાણી
મોહ માયાના મણકા જોઇ,ગણવા હાથમાંમેં લીધા
એક પકડતા બીજા છુટે,નેના હાથમાં એકેય રહેતા
                                     ……….શાંન્તિ શાંન્તિ શોધતા.
ના કોઇને એ મળી રહે,કે ના કોઇથી છેએ અજાણી
મારી [...]

કામનુ વળતર

                            કામનુ વળતર
 તાઃ૨૫/૭/૨૦૦૯                      પ્રદીપ બ્રહ્મભટ્ટ
કરવા મારે કામ જગમાં, ના મળે જેમાં કોઇ દામ
પ્રેમ ભાવના મળી રહે,ને પાવન જન્મ થઇ જાય
                                     ……..કરવા મારે કામ જગમાં.
લકીર નાદીઠી તકદીરની,નામાનવીથી સમજાય
જીવનના સોપાન કેટલા, ને કેવી રીતે એ ચઢાય
માનવમનની સમજ કેવી,નાકોઇથી જગે કહેવાય
લટકીચાલે  આધારને જે,માંડીશકે ના પગલાંચાર
                                       ……..કરવા મારે કામ જગમાં.
એકલ  હાથે જગને જીતવા, પ્રેમ પ્રભુનો લઇ લેવો
મળશે જ્યાં [...]

શુક્રવાર

                        શુક્રવાર
તાઃ૨૬/૬/૨૦૦૯                       પ્રદીપ બ્રહ્મભટ્ટ
સોમવાર થી રવિવાર એ સાત દિવસ કહેવાય
શુક્રવાર મા સંતોષીનો જે પવિત્રદીન ઉજવાય
                                   …….સોમવાર થી રવિવાર એ
ભક્તિ સ્નેહ ને શ્રધ્ધા રાખીને વંદન માને કરવા
ઉજ્વળ જીવન દીસે સદા જ્યાંલાગે કૃપા મળવા
મા સંતોષી અતિ દયાળુ જો જીવ જગતમાંભજે
આવે આંગણે મા કૃપાળુ જેની પ્રેમે રાહ જોઇએ
                                     …….સોમવાર થી રવિવાર એ.
ભક્તિ કરીએ પ્રેમ ભાવથી અમૃત મેળવી લઇએ
જીવને મુક્તિ મળી જાય જ્યાં માનાચરણે [...]

ભવના બંધન

                     ભવના બંધન
તાઃ૨૩/૭/૨૦૦૯                       પ્રદીપ બ્રહ્મભટ્ટ
સુંદર પ્રેમના બંધન લાવે છે જીવના સગપણ
કુદરતની અજબછે લીલા ના તેમાં કોઇ અંતર
                                          …….સુંદર પ્રેમના બંધન.
જીવ જગતને અનોખા બંધન પ્રેમતાંતણે આવે
ભક્તિ ભાવને શ્રધ્ધા જે  જીવને મુક્તિ એ લાવે
અંતરનીઅભિલાષા નાબાકી જે અવનીએ લાવે
મળી જાય સંતોષ જીવને પરમાત્મા દીસે ત્યારે
                                           …….સુંદર પ્રેમના બંધન.
સ્વપ્ન ને સાકારતાને જીવ જ્યાં ઝડપીને ચાલે 
મનમાં નારહે કોઇ આશા ને નિરાશાતો દુરભાગે
પ્રભુચરણ ને [...]

Thank you for taking the time to read my blogs in Gujarati (Guajarati), Hindi, and English.  We value your input in making our blog better and more user friendly.  We encourage all of our Indian brothers and sisters to start their own blogs or forums to spread your knowledge and talent.  Thank you again.  And remember, there is always more to read, more to learn, and more to teach.