Posted on June 28th, 2009 by pradipkumar
જગતની શાન
ગુજરાતી
તાઃ૨૮/૬/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગરણી લઇને ગાળવા નીકળ્યા જગતના નરને નાર
પાદડેપાંડદા પારખી લીધા પણ ના ગુજ્જુને પરખાય
એવા છીએ અમે ગુજરાતી જેની શાન જગે છે અનેક
…….ગરણી લઇને ગાળવા.
સ્નેહનો ભંડાર ભરેલો ને હૈયે પણ અનંત રહે છે હેત
માનવતાની જ્યાં વાત આવે ત્યાં પગલાં ભરે અનેક
ગળથુથીમાં સંસ્કાર ભરેલા ને મળેલ માબાપનો પ્રેમ
અંતકાળની ના રાહ એ જોતો પળ પળ [...]
Filed under: દેશભક્તિ કાવ્ય | No Comments »
Posted on June 27th, 2009 by pradipkumar
જીવ અને જગત
તાઃ૨૭/૬/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કૃપા પ્રભુની એવી,ના જાણી શકે જીવ એવી
મળી જાય જગમાંહી,ના કહી શકાય એ કેવી
…….કૃપા પ્રભુની એવી.
માયા મળે એ જીવને જાણે મળે જીવે પહેલી
ભક્તિ ભાવ જ્યાં આવે ત્યાં લાવે જીવે હેલી
મંદમંદ લહેરમાં વરસેપ્રેમ ને આશીશ અનેરી
જગત અને જીવની એ અદભુત બનેછે સ્નેહી
…….કૃપા પ્રભુની એવી.
મુક્તિના જ્યાં દ્વાર ખુલે ત્યાં [...]
Filed under: ચિઁતન કાવ્યો | No Comments »
Posted on June 25th, 2009 by pradipkumar
દયાળુ અવતાર
તાઃ૨૫/૬/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રભુનો પ્રેમ સદા મળી જાય,
સાચા ભક્તોના દર્શન થાય
અનંત આનંદ બ્રહ્માંડ તણો,
જે જીવને અવનીએ મળી જાય.
……..પ્રભુનો પ્રેમ સદા મળી.
વાણી શ્રધ્ધાને વર્તન જગમાં
માણી રહે માનવી ભક્તિના સંગે
દયા કૃપા કે પ્રેમ મળે આ દેહે,
જે પર કરુણાસાગરની કૃપા વરસે
સાચા સંતે સ્નેહ રાખી જીવનમાં,
પકડી ચાલતા મળે જ્યોત જીવનમાં
……..પ્રભુનો પ્રેમ સદા મળી.
દયા દાનનો એક સથવારો,
જગત જીવને લાગે સદા [...]
Filed under: આધ્યાત્મિક કાવ્યો | No Comments »
Posted on June 24th, 2009 by pradipkumar
માનવીનુ પાણી
તાઃ૨૪/૬/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કોણ કેટલા પાણીમાં એ તો સમય આવે જ સમજાય
નદી,સરોવર,સાગર કે નહેરના,ક્યારેય ના ઓળખાય
……. કોણ કેટલા પાણીમાં એ.
નિર્મળ પાણી નદીના વહે,જે માનવી પીવે જગમાંય
આનંદ અનંત હૈયામાં રહે,જ્યાં નિર્મળ સ્વભાવ થાય
કુદરતની કામણગારીલીલા,સખત અને સરળ કહેવાય
ના જુએ કિનારો કે ઓવારો,જ્યાં સાગર ઉભરાઇ જાય
……. કોણ કેટલા પાણીમાં એ.
આવે ક્યાંથી અવનીપર,જેનો જગમાં નાકોઇ અણસાર
ઝરણુ થઇને આવે ક્યાંક,તો ક્યાંક [...]
Filed under: ચિઁતન કાવ્યો | 1 Comment »
Posted on June 23rd, 2009 by pradipkumar
મંગળકારી
તાઃ૨૩/૬/૨૦૦૯ મંગળવાર પ્રદીપ બ્રહ્મભટ્ટ
ના ત્રિશુલ હાથમાં લેતા,
ના ગદા હાથમાં ધરતા
જગતજીવનુ પાવન જીવન,
કાગળ પેન લઇ કરતા
મા પાર્વતીના એ સંતાન,
પિતા જગતના તારણહાર
પ્રેમથી પાવન ભક્તિ જોતા,
મોક્ષ જીવને પ્રેમથી એ દેતા
…….ના ત્રિશુલ હાથમાં લેતા.
કરુણા ગણપતિની પાવન,
ભક્તની ભક્તિ છે સુખદાયક
સદા વરસાવે પ્રેમની હેલી,
વહે માનવ જીવનમાં રેલી
રિધ્ધિ સિધ્ધિના એ ભરથાર,
લઇ આવે ઉજ્વળ જીવન સંસાર
પ્રભાત પહોરે સ્મરણ થાય,
[...]
Filed under: ભક્તિ કાવ્યો | No Comments »
Posted on June 22nd, 2009 by pradipkumar
મંદીરનો અણસાર
તાઃ૨૨/૬/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પત્થરમાં પરમાત્મા બતાવે,કળીયુગની આ આંખે
પડદા બંધકરીને માનવી,ભઇ પોઢારે પ્રભુને આજે
……..પત્થરમાં પરમાત્મા.
કળીયુગની આ અકળ લીલાને, જાણે કદી ના મન
કેવી લીલા જગતપિતાની,ના સમજમાં આવે મારી
સુર્યોદયના સહવાસેજાગે,ને સુર્યાસ્ત પછી સુઇજાય
માનવી જગતમાં દીવસે જાગે, ને રાત્રે પોઢી જાય
પત્થરમાં પ્રાણમુકીને માનવ,પડદા બંધ કરાવેમન
પોઢારે બપોરે બાર વાગે, ને જગાડે સાંજે ચાર વાગે
કેવી વૃત્તી ભઇ માનવની, ના સમજ મને કંઇ આવે
……..પત્થરમાં પરમાત્મા.
સંબંધ [...]
Filed under: ચિઁતન કાવ્યો | No Comments »
Posted on June 21st, 2009 by pradipkumar
માયાની આંગળી
તાઃ૨૧/૬/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આંગળી પકડી પાછળચાલે,જ્યાં ભક્તિ રાખો સંગ
નહીં તો માયા આગળ ચાલે, ભુલી જાવ તમે પંથ
…….આંગળી પકડી પાછળ.
મનને મળેલ કાયરતામાં, અટકી ગયુ જ્યાં મન
આગળ પાછળનુ નારહે ભાન,વકરી જાય જીવન
જકડીરાખી જીંદગીને,તમે જો વળગો ભક્તિ સંગ
ના આવે વ્યાધી ઉપાધી, જીવનમાં આવે ઉમંગ
…….આંગળી પકડી પાછળ.
કરુણા સાગર વરસી રહે, ને જગના બંધન [...]
Filed under: ચિઁતન કાવ્યો | No Comments »
Posted on June 21st, 2009 by pradipkumar
પાવનદ્વાર
તાઃ૨૧/૬/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આવ્યા આજ આંગણે,વિરપુરના જોગી જલારામ
ભક્તિ પ્રેમ હૈયે રાખી, લઇ આવે વિરબાઇ માત
……આવ્યા આજ આંગણે.
જીવનપ્રેમે જગમાં જીવી,મનથી સૌને દીધા હેત
માયાનાબંધન બાંધી પ્રભુથી,મનથી કીધી પ્રીત
આંગણેઆવેલ જીવનેદેતા,સાચોપ્રેમભાવઅતીત
ના રાખતા માંગણી કે મોહ,જેની જગમાં છે રીત
…….આવ્યા આજ આંગણે.
ભક્તિ જેના હૈયે વસે છે,સદા જગે નમે છે શીશ
કર્તા હર્તા જગના નિયંતા,ના જગે મંગાવે ભીખ
સંસારના બંધન નિરાળા,ને [...]
Filed under: ભક્તિ કાવ્યો | No Comments »
Posted on June 20th, 2009 by pradipkumar
અમેરીકન મર્દાનગી
તાઃ૧૯/૬/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મહારાષ્ટ્રમાં મને મરદ કહે, ને ગૌરવ લે ગુજરાતી
આસામમાં મારાનામથી ભડકે,એવો હુ ભારતવાસી
……. ભઇ એવો હુ હિન્દુસ્તાની..
નામનુ પોટલુ માથે લીધુ, ને કુદ્યો ભારતની વાડ
સંસારની સાંકળ પકડી લેતા,મળી ગયુ ગ્રીન કાર્ડ
મનમારીને ચાલવા નીકળ્યો,અહીંયાં પગલા ચાર
મને પુછીને નોકરીલેજો,ઘરમાંથી મળ્યો અણસાર
ફેરા ફરતાં પાછળ ચાલે, અને હવે ચલાવે પાછળ
મર્દાનગીને નેવે મુકાવી, ચાલે ધર્મ પત્નિ આગળ
શોપીંગની જ્યાં જરુર [...]
Filed under: સામાજીક કાવ્યો | No Comments »
Posted on June 18th, 2009 by pradipkumar
વ્હાલા ભક્તો
તા.૧૮/૬/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જાગો જાગો ભક્તો વ્હાલા;
ભક્તિ સંગે ગુણલા ગાવા,
પેમ ભાવથી વંદન કરીએ;
ઉજ્વળ પાવન જીવન લઇએ.
…….જાગો જાગો ભક્તો.
પ્રભાત પહોરના મધુર રંગે;
રંગજો જીવન જલાના સંગે,
પાવન કરવા દેહ જીવનમાં;
રાખજો શ્રધ્ધા મન મંદીરમાં,
આવી આંગણે પ્રેમથી લેજો;
માનવતાની મહેંક જીવનમાં.
………જાગો જાગો ભક્તો.
રાખી માયા જલાસાંઇથી;
ભક્તિ કરજો મન અને ભાવથી,
સંસારની કાયા સૌને મળે છે;
માનવ જીવનમાં સંત અનેક [...]
Filed under: ભક્તિ કાવ્યો | No Comments »