WHEN, WHERE & WHY

26/6/2008                                             Pradip Brahmbhatt
Human life has a great relation with
         WHEN, WHERE  &  WHY     in  His/Her  LIFE
         When  He/She  is Born.
         When   He/She  is praying
         When   He/She  is Laughing      
         When   He/She  is working
         When   He/She  is sleeping
         When   He/She  is taking care
         When   He/She  is drinking
         When   He/She  is happy
         When   He/She  is cooking
                        Where  He/She is living.
                        Where   He/She is [...]

અજાણતા

                           અજાણતા
તાઃ૨૬/૬/૨૦૦૮                      પ્રદીપ બ્રહ્મભટ્ટ
એક સવારે સાંભળી લીધા મેં ભક્તિના ગુણગાન
મનમાં લાગી લગની ને મળ્યો જલાનો અણસાર
                           ..…..અજાણતા મળ્યો ભક્તિનો અણસાર.
મંજીરાના તાલ મેળવી થાય પ્રભુના જપતાલ
અંતરની ઉર્મીઓ જાગીને મનડું આનંદે હરખાય
                             ……અજાણતા મળ્યો જલાનો અણસાર.
આરતીઅર્ચના જાણીલીધા ત્યાંભક્તિથાયઅપાર
સ્નેહપ્રેમની પગદંડીપર ન માગ્યુંમળે અપરંપાર
                             …….અજાણતા મળ્યો જલાનો અણસાર.
સિધ્ધિવિનાયક સ્નેહ દેતા ને મા ઉમિયા હરખાય
લાગે જીવનસાર્થક બનતુ જ્યાં ભક્તિનો સહવાસ
                             [...]

ભુતપલીત

                    ભુતપલીત
તાઃ૨૫/૬/૨૦૦૮                  પ્રદીપ બ્રહ્મભટ્ટ
અરે અલખ નિરંજન, છે તપેલીમાં ત્રણ જણ
બોલો ભુત ભયંકર ભટકતા આવ્યા છે અંદર
કરુ જંતર મંતર  ચપટી વગાડી ભગાડું બંદર
………….હું ભુવો એવો ભઇ ભુત ભગાડું ને ભવને સુધારું અહીં
જ્યાં નાકોઇ આરો કે કોઇ કિનારોત્યાં બનુસહારો
છે નેક અમારો સદાઇરાદો પડે લાઠી ભુતભગાડું
ધુણી ધખાવી ભુતનસાડુ,મરચુ નાખી હું નચાવુ
………….હું ભુવો એવો ભઇ ભુત ભગાડું ને ભવને સુધારું અહીં
મોરપીંછ પછાડું [...]

મેઘધનુષ

                             મેઘધનુષ
તાઃ૨૫/૬/૨૦૦૮                       પ્રદીપ બ્રહ્મભટ્ટ
સાતરંગનો સથવારો લઇ એ આવે આકાશે
પૃથ્વી પરના સ્નેહ સંબંધમાં પ્રેમને રેલાવે
                         ……..એતો સાત રંગ લઇ આવે..(૨)
સફેદ રંગમાં લહેરાતી મસ્તી જગમાં ઝાઝી
શાંન્તિનો સંદેશો દેતોને માનવતા મહેંકાતી
                         ……..એતો સાત રંગ લઇ આવે..(૨)
લાલરંગની મૃદુતા ભઇ ભક્તિએ પ્રેમલાવે
કંકુચોખા સાથે લેતાં પ્રભુથી મન મલકાવે
                          …….એતો સાત રંગ લઇ આવે..(૨)
પીળા રંગની પાવકતા હળદર કરાવી જાય
પીઠીચોળતા માનવદેહ પવિત્ર [...]

જંગલમાં મંગલ

                          જંગલમાં મંગલ
તા૧૮/૬/૨૦૦૮                      પ્રદીપ બ્રહ્મભટ્ટ
                            
જંગલમાં મંગલ થાય ને આનંદ હૈયામાં થાય
                     મલકાતા મનડા આજ, જીવન જીવવાને કાજ
હૈયાને મળતી હામ, કૃપાજલાની મળતી આજ
                   માનવતાની મહેંક જ્યાંમહેકે,મળે સૃષ્ટિનો સાથ
અગમનીગમના ભેદ ખુલેને.થાય પ્રભુથી પ્રીત
                  આત્માની ઓળખાણ થાય ત્યાં છુટે જગની રીત
જંતરમંતરનીજ્યાંપડેચોકડી,ભુતપલીત દેખાય
                   સાથ ના રહે હેત પ્રેમ ત્યાં,મળે ઇર્ષાનેસાથે દ્વેષ
સમયની સાથે ચાલતી નૈયા,હાલમ ડોલમ થાય
                  મનમાં નારહે ક્યાંય હેતભાવ [...]

શ્યામ ઓ રાધેશ્યામ.

                       શ્યામ ઓ રાધેશ્યામ.

તાઃ૧૪/૬/૨૦૦૮                       પ્રદીપ  બ્રહ્મભટ્ટ
શ્યામ ઓ રાધેશ્યામ, મારી છે કામના
          અંતરમાં હેત રહે,મનમાં ઉમંગ રહે
                    ભક્તિંમાં ભાવ રહે,હૈયામાં પ્રેમ રહે
                                             ……શ્યામ ઓ રાધેશ્યામ.
કીર્તન હું કરતો તારા,મનથી છેલગનીતારી
           માગું હું ભક્તિ તારી, લેજે આજીવને ઉગારી
માયાની સીડીને તું, કરજે જીવનથી અળગી
           દેજે જીવનમાં મને,ભક્તિની લગની લગાડી
                                            …….શ્યામ ઓ રાધેશ્યામ.
જન્મને કર્મને માયા,બંધનને તું જ સંભાળજે
          અવનીના આગમનને, પ્રભુ કર્મથી બચાવજે
માનવ [...]

વિચારું કે…….

                    
                            વિચારું કે
તાઃ૧૨/૬/૨૦૦૮                             પ્રદીપ બ્રહ્મભટ્ટ
ક્યાંથી આવ્યો ક્યાં જવાનો, વિચાર મને કેમ આવે
સંકટનીજ્યાં સીડીજોતો ત્યાં,કેમમારીપાસે એ આવે
                                               ….…..ક્યાંથી આવ્યો.
મુંઝવણ વધતી જાય મનમાં,જે કોઇને ના કહેવાય
સારુ નરસુ હુ વિચારતો, ને સુખદુઃખમાંય લપટાતો
                                               ……….ક્યાંથી આવ્યો.
દુઃખની જ્યારે સમીપ રહેતો, મનડુ મુંઝાઇ જાતુ
સુખની શૈયા શોધવા સારુ,મહેનત હુ ખુબ કરતો
                                                 ….…..ક્યાંથી આવ્યો.
લાગણી મનમાં ઘણી રહે પણ ઉભરો કદી ના લાવું
જાણી [...]

રાઘવને રામ.

                        રાઘવને રામ           
તાઃ૧૨/૬/૨૦૦૮                          પ્રદીપ બ્રહ્મભટ્ટ
રાઘવને રામ કહું, કાન્હા ને કૃષ્ણ કહું
મનથી હું પ્રભુ ભજુ, બીજુના જાણું કશું
                                         ……રાઘવને રામ કહું
અંતરમાં લાગે હેત, મળે જ્યાં પ્રભુ પ્રેમ
લાગે છે જીવન નેક, જલા છે સાથે છેક
                                         ……રાઘવને રામ કહું
મળી છે ભક્તિ મને,માબાપે દીધી પ્રેમે
ઉજ્વલછે જીવનદીસે,મળીજે પ્રભુ પ્રીતે
                                          ……રાઘવને રામ કહું
સાંભળુ ભક્તિ ગીત, પ્રભુથી લાગે પ્રીત
વંદનહુંમનથીકરતો,ના હુંજીવનથી ડરતો
                                           [...]

પ્રભુથી પ્રીત

                                                    
                               પ્રભુથી પ્રીત  
તાઃ૧૨/૬/૨૦૦૮                                   પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગમાં સાચી પ્રેમની રીત, ભક્તિમાં જેને છે પ્રીત
રામરામ જે રટ્યા કરે, ઉજ્વળ જીવન તે જીવ્યાકરે
            .……..જેને પ્રભુથી છે પ્રીત તેને જીવનમાં ના કોઇ બીક
સંત સમાગમ પ્રેરે પ્રીત,મુક્તિ મેળવવા કરેજે જીદ
નામ સ્મરણ છે સાચી રીત,પ્રભુ પ્રેમમળશે હરદીન
            ………જેને પ્રભુથી છે પ્રીત તેને જીવનમાં ના કોઇ બીક
માયાના બંધન છે અનેક,જે છુટશે [...]

જરુર નથી.

                                જરુર નથી
તાઃ૧૧/૬/૨૦૦૮                                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિ સાચા દિલથી કરશો તો દેખાવ કરવાની કોઇ જરુર નથી.
માબાપની સેવા મનથી કરશો તો આશિર્વાદ માગવાની જરુર નથી.
બાળકોને સંસ્કાર આપશો તો હડધુત થવાની જરુર નથી
ભણતરનો પાયો જેનો મજબુત છે તેને નોકરી માટે ભટકવાની જરુર નથી
લગ્ન કરી અહીં આવેલાના માબાપને અહીં આવવાની જરુર નથી.
ઘરડા માબાપને બોલાવી બેબી સીટીંગ કરાવવાની કોઇ જરુર [...]

Thank you for taking the time to read my blogs in Gujarati (Guajarati), Hindi, and English.  We value your input in making our blog better and more user friendly.  We encourage all of our Indian brothers and sisters to start their own blogs or forums to spread your knowledge and talent.  Thank you again.  And remember, there is always more to read, more to learn, and more to teach.