ચી.રવિ

        ચી.રવિ તથા ચી.દીપલનુ બાળપણ,આણંદમાં 

                                 ચી.રવિ
               (મારા દિકરાનો જન્મ દીવસ)
તાઃ૨૫/૮/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ
શીતળતાની શોધમાં માનવી,જગતમાં વિચરી જાય
સંસ્કારી સંતાન જન્મતાં,માબાપનો ભવ સુધરી જાય
                                        ……..શીતળતાની શોધમાં માનવી.
૧૯૮૫ની ૨૫મીની સુપ્રભાતે,ગામ પાળજમાં એ જન્મ્યો
રવિવારની મંગળપ્રભાતે જન્મતાં,રવિ નામે ઓળખાયો
મમ્મી રમાની મમતાપામી,ઉજ્વળ જીવનનીકેડી લાવ્યો
પ્રેમ પપ્પાનો પામી લેતાં જ,ભણતરના સોપાનો જાણ્યા
                                        ……..શીતળતાની શોધમાં માનવી.
ભાઇબહેનનો પ્રેમ નિરાળો,જે બહેન દીપલથી મળી ગયો
વાણી વર્તન મહેનત સાચવતા,વડીલોની પણકૃપા [...]

માડીજાયાને પ્રેમ

 

                              માડીજાયાને પ્રેમ
 સંતાનના મુખેથી…… 
                                       દીનેશમામાને
                                                              જન્મદીને ભેંટ……
તાઃ૩૧/૭/૨૦૧૦                                       પ્રદીપ બ્રહ્મભટ્ટ
આંગણે આવેલા મામાને જોતાં,મમ્મીની આંખો ભીની થઇ
          માબાપના પ્રેમનો વારસો ભાઇ,બહેનના હૈયે પ્રેમની ઉર્મી જોઇ
અનંત પ્રેમની નિર્મળ આશા,આજે પ્રભુ કૃપાએ પુરણ થઇ
          ભાઇ બહેનની અંતરની પ્રીત,આજે મામાની આંખોથી કહેવાઇ ગઇ.
જન્મદીન વ્હાલા ભાઇ દીનેશનો,વિપુલાબેન હૈયેથી હરખાય
          મામાને જોતા ભાવના,પુનીતા,પ્રીથીલા નેભાઇ કૃષ્ણા ખુશથાય
અજબ લીલા અવિનાશીની,કે આજે સ્ટીવ ફોઇને વંદી [...]

લગ્ન તીથી

                       લગ્ન તીથી
તાઃ૧૩/૫/૨૦૧૦                પ્રદીપ/રમા બ્રહ્મભટ્ટ
જીવનમાં વર્ષે વર્ષે આવે,ને મોટી જ થતી જાય
સંસ્કૃતીની આસાંકળ,જેપતિપત્નીએ સંધાઇ જાય
                                  ………..જીવનમાં વર્ષે વર્ષે આવે.
એક બે કરતાં આજે સંગે,વીત્યા છે અઠ્ઠાવીસ વર્ષ
સાથ દેતાં મને સથવારે,જીતીયે જીવનનો આજંગ
સુખ દુઃખને નેવે મુકીને,કમરે મહેનતને લઇ લીધી
આધીવ્યાધિ દુર ભાગતાં,અમે અનંત શાંન્તિ દીઠી
                                   ………..જીવનમાં વર્ષે વર્ષે આવે.
ભક્તિ તો માબાપથી મળી,જે મનથી કરી લઇએ
સંતનીસાચી ઓળખમળતાં,ના જીવનમાંભટકીયે
શરણે જલાસાંઇને રહેતાં,જન્મ સફળ જોઇ [...]

સાચી સૉડ

                             સાચી સૉડ
તાઃ૨૯/૪/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ
સાસુમાની સૉડમાં રહેતાં,સધળુ જ મળી જાય
ના વ્યાધી ઘરમાં રહે,ને ભરથાર પણ હરખાય
                               ………..સાસુમાની સૉડમાં રહેતાં.
ઉજ્વળ જીવનની કેડી વહુને,આશીશે જ દેખાય
મળેપ્રેમ સાસુ સસરાનો,જે માબાપ હવે કહેવાય
પુંજન અર્ચન કરતાં પહેલા,સાસુને પગે લગાય
આશીર્વાદ મળીજતાંતો,પરમાત્મા પણ હરખાય
                                  ……….સાસુમાની સૉડમાં રહેતાં.
પતિને ઉભરે પ્રેમ હદયથી,જે સંગે રહેતા દેખાય
માબાપને ખુશી દેખતાં,સંતાનનેય  આનંદ થાય
પારકા ઘરની જેપુત્રી,મેળવે જ્યાં માબાપનોપ્રેમ
સંસ્કારનીએ મહેક જોઇઆજે,પતિદેવ રહે હેમખેમ
                                …………સાસુમાની સૉડમાં [...]

ગબડી પડ્યો

                         ગબડી પડ્યો

તાઃ૨૭/૪/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ
મુન્નો  મારો છે મોટો  દીકરો,ને તેજુ મારો નાનો
મનથી રાખુ હેત બંન્ને પર,બનુ પિતા હુ અનેરો
                               ……….મુન્નો  મારો છે મોટો  દીકરો.
લાગણી જોતાં દોડીઆવે,બંન્ને નાના હતા જ્યારે
હેત અમારા મનથી લેતાં,આંગળી એ પકડે ત્યારે
સંતાનનો સહવાસ અમને,ઉજ્વળ જીવન દઇ દે
ભાવિને સંભાળવા કાજે,કહેતા ભક્તિસંગ લઇ લે
                                  ……….મુન્નો  મારો છે મોટો  દીકરો.
મુન્નાને થોડી માયા વળગી,પરદેશ પહોંચવા કાજે
સહવાસને થોડો [...]

૨૦૧૦ની જીવન જ્યોત

             ૨૦૧૦ની જીવન જ્યોત
ચી.દીપલ,નિશીત હ્યુસ્ટનથી નીકળ્યા,
                     અમદાવાદમાં માણવા ઇશીતાના લગ્ન;
આંગણે આવ્યો પ્રસંગ રધુભાઇ ને,
                    દીકરીને ઉજ્વળ જીવનમાં દેવામાં મગ્ન.
પરીમલભાઇ કે રધુભાઇ નામ બે,
                      પણ ઘરમાં ભઇ આ વ્યક્તિ છે એ એક;
માતા પન્નાબેનની લાડલી ઇશીતા,
                     છે વળી ભાઇ ઇશાનની વ્હાલી મોટીબેન.
પારેખ કુટુંબની સંસ્કારી લાડકી દીકરી,
                    બનશે સિધ્ધાર્થકુમારના જીવનનો સંગાથ;
ફેબ્રુઆરીની તારીખ પહેલીના મંગળફેરે,
                    ભળશે એ પ્રેમાળ કુટુંબે [...]

સમયના બારણા

                     સમયના બારણા
તાઃ૬/૧/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ
મમ્મી મને ભુખ લાગી,ત્યાં સઘળા મુકાય કામ
બાળકનો પ્રેમ લેવા મમ્મી,દે ખાવાનુ પળવાર
                                      ………..મમ્મી મને ભુખ લાગી.
પાપા પગલી જોઇ લેતાં,મમ્મીના હૈયા છે હરખાય
આંગળી પકડી ચલાવે,જ્યાં સુધી બે પગલે ચલાય
દેતી ટેકો બાળકને દોડી,તે છે મમ્મીના હૈયેમાં હેત
જીવન ઉજ્વળજોવા સંતાનના,બાળપણથી દે પ્રેમ
                                        ………મમ્મી મને ભુખ લાગી.
જુવાનીમાં જ્યાં પગલાંમાંડે,બુધ્ધિના ખોલવા દ્વાર
ભણતરનીસીડી બતાવી,દે  ઉજ્વળ જીવન હેમક્ષેમ
સાચીકેડી જીવનની [...]

મા ની મમતા

                         મા ની મમતા
તાઃ૧/૧/૨૦૧૦                                પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મ દેતા સંતાનને,મા ને હૈયે આનંદ આવી જાય
માની મમતા મળતા દેહને,આ જન્મ  પાવન થાય
                                              ………જન્મ દેતા સંતાનને.
પાપા પગલી નિરખવાને,મા ની આંખો તરસી થાય
ડગલુ માંડી જ્યાં પગલીભરે,આંખે પાણી આવી જાય
વ્હાલ બાળકને કરતાં માની,સ્નેહાળ પ્રીત મળી જાય
પાલવડો જ્યાં પકડે બાળક, માતાનું હૈયુ ભરાઇ જાય
                                            ………..જન્મ દેતા સંતાનને.
ધુપ દીપથી આરતી કરતાં,મા પ્રાર્થના [...]

સુખ સમૃધ્ધિ

                          શ્રી ગણેશાય નમઃ   
     (ચી.હીતેશને તેના લગ્નદીનની શુભેચ્છા સાથે)
                                               (તાઃ૨૨/૧૧/૨૦૦૯)
પિતા શ્રી હસમુખભાઇ દિવેચા
                 અને  માતા કુસુમબેનના મુખેથી……
                                      સુખ સમૃધ્ધિ
જન્મ લઇ અવની પર આવ્યો, સંતાન બની અમારો
           ભણતરનો સહવાસજીવનમાં,ને સંસ્કારસંગે રહેનારો
અમારો લાડલો  વ્હાલો હિતેશ,સદા હૈયામાં નિરખુ હેત                 
          વિશાલનો છે નાનોભાઇ,ને બહેન અવનીનો એ ભૈલુ
સંસારની પગદંડીએ ચાલવા,૨૨/૧૧ના રોજ એ બંધાશે
          સુખી સંસારની સરગમ પર,હવે મળીગયો સથવારો
ભદ્રેશભાઇનીએ લાડલી,ને નિકીતાબેનનીસંસ્કારી દિકરી
          વ્હાલીપાયલઆજે,પુત્રવધુ બનીજ્યોત અમારાઘરની  
સફારીહૉલમાં પ્રભુ કૃપાએ,સ્વજનના આશીર્વાદ મેળવી લેશે
          સંસ્કારસિંચનને [...]

કૌટુંમ્બીક વૃક્ષ

           શ્રી હસમુખભાઇ ભગવાનદાસ દીવેચા તરફથી
     ચી.હીતેશ ના લગ્નદીને હ્ર્દયના આશીર્વાદ સહિત સપ્રેમ
                              કૌટુંમ્બીક વૃક્ષ
                
તાઃ૨૨/૧૧/૨૦૦૯                                            સફારી હૉલ
 
દીવગામના દીવેચા ભગવાનદાસ,આવ્યામોઝામ્બિકમાં 
              સંગેપત્ની ગુણવંતીબેનને,લાવ્યા કરવા સાર્થકજન્મ
મન મહેનત ને માનવતા સંગે, એ ભક્તિ પ્રેમથી કરતા
               કેડીમળીસંતાનોનેજ્યાં,આશીર્વાદનીવર્ષા પ્રેમેકરતા
 
રસીકભાઇ મોટા દીકરા ને પછી અમારા હસમુખભાઇ
                ત્રીજાવ્હાલા હરેશભાઇ નેચોથા સંતાનદીનેશચંન્દ્ર
સૌથી નાના ચંન્દ્રકાન્તભાઇ ,જાણે પાંડવોની આ ટોળી
              પ્રીતપાંચે ભાઇઓની,વ્હાલા ભારતીબેનને મળનારી
 
સંસારની કેડી પકડી લેતા પહેલા પુત્રવધુ છે હંસાબેન
             બીજા પુત્રવધુ કુસુમબેન નેપછીઆવ્યા [...]

Thank you for taking the time to read my blogs in Gujarati (Guajarati), Hindi, and English.  We value your input in making our blog better and more user friendly.  We encourage all of our Indian brothers and sisters to start their own blogs or forums to spread your knowledge and talent.  Thank you again.  And remember, there is always more to read, more to learn, and more to teach.