ભીની ચાદર  

તાઃ૨૫/૧૧/૨૦૦૯                                                                                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

 

                 વિમલ એન્જીનીયરીંગ કંપનીમાં ક્લાર્ક તરીકે કામ કરતા શીવાભાઇ એક રાજપુત કુટુંબમાં જન્મ્યા હતા. બાળપણમાં તેમણે તેમના પિતાની મહેનત અને કુટુંબની લાગણી જોઇ હતી.તેથી લગ્ન પછી પણ પોતાના માબાપની સાથે રહી તેમના અવસાન સુધી બંન્નેની સેવા કરી હતી. તેમના પત્ની મંજુબેન એક મધ્યમવર્ગી સંસ્કારી કુટુંબમાથી આવેલા તેથીતેમણે પણ સાસુ સસરાની સેવા અંતસુધી સાચા પ્રેમથી કરી તેમના આશિર્વાદ પણ મેળવેલા.સમયતો કોઇને માટે રોકાતો નથી.આજકાલ કરતાં તેમને ત્રણ દીકરા ને એક દીકરી એમ ચાર સંતાનથયા.બાલમંદીર અને સ્કુલમાં ચારે બાળકો સારાગુણથી પાસ થતા અભ્યાસી જીવનમા વ્યસ્ત રહેતા અને માબાપનો પ્રેમ પણ સમયે મેળવી લેતા.જ્યારેમંજુબેન પતિની આવકને ધ્યાનમાં રાખીને કરકસરથી ઘર ચલાવતા હતા.

              બાળકોનુ ભવિષ્ય અને પોતાની ફરજ તથા જવાબદારી સમજતા મંજુબેન સવારમાં સૌથી પહેલા ઉઠતા અને નાહીધોઇ માતાની સેવા પુંજા કરી ઘરના બધા પરવારે તે પહેલા ચા નાસ્તો તૈયાર કરી તેમના પતિ માટે સમયસર ટીફીન પણ તૈયાર કરી દેતા. તેઓ આ કામમાં કદી પાછા પડતા નહીં કારણ તેમને બાળપણમાં તેમના માબાપના સંસ્કારમાં મળેલ.ચાર સંતાનોમાં મોટો દિકરો વિક્રમ કોઇકવાર પિતાની સાથે તેમની નોકરીની કંપનીમાં  પણ જતો.તેને ત્યાં બધી મશીનરી જોઇ તે કેવી રીતે ચાલ્રે,તેનાથી કેવી વસ્તુઓને તૈયાર કરે,કયુ મશીન ક્યારે કઇ રીતે ઉપયોગી થાય તેનો પણ તે વિચાર કરતો.તે ઘણી વખત તો તેના પિતાની મંજુરી મેળવી મશીન ચલાવનારની સાથે વાતો પણ કરતો.તેથી ઘણી વાર તેને તે કંપનીના મુખ્ય જવાબદાર એન્જીનીયર શીવાભાઇને કહેતા તમારા દિકરાને એન્જીનીયર કરી આ કંપનીમાં જ નોકરીએ લગાવી દેજો. આ બધુ સાંભળી તે તેના પિતાને પણ પુછતો કે પપ્પા મારાથી આવું ભણાય? ત્યારે તેને કહેતા બેટા તુ તારી લાયકાત કેળવું તો બધુ જ શક્ય છે.આ  બાબતે ઘણી વાર વિચારતો અને તે મગજમાં રાખી તે ધ્યાનથી ભણતરમાં રચાઇ રહેતો.તેની ધગસ અને મહેનતનુ એ પરીણામ આવ્યુ કે તે મીકેનીકલ એન્જીનીયરની ડીગ્રી ફસ્ટ ક્લાસે પાસ કરી આવ્યો તેને વિમલ એન્જીનીયરીંગ કંપનીમાં જ ઘણા સારા પગારથી નોકરી પણમેળવી લીધી.આજે પણ તે ઘણી સારી રીતે એ કંપની સંભાળે છે.

         બીજો દીકરો મુકેશ છ સાત વર્ષનો હતો ત્યારથી જ કોઇપણને કંઇપણ થાય તો તે તરત જ દોડી જઇ મદદ કરતો.અરે ગલીના કુતરાને કોઇ પત્થર મારે અને કુતરાને વાગેતો તરત દોડી જઇ તેને પંપાળે અને તેના દુઃખમા રાહત આપવા પ્રયત્ન પણ કરતો.માનવતા અનેમાણસાઇ તેને માબાપના સંસ્કારની દેન હતી. પુત્રના પારણેથી અને વહુના બારણેથી સંસ્કાર દેખાઇ આવે.તેમ સ્કુલમાં સારી રીતે માર્કસ મેળવી દરેક વખતે તે પ્રથમ જ આવે.તેથી સ્કુલમાંથી જ્યારે તે અભ્યાસ પતાવી નીકળ્યો ત્યારે તે સ્કુલમાં તેનો વિદાય સમારંભ સ્કુલના પ્રીન્સીપાલે ગોઠવી તેને વિદાય સમારંભમાં તે ડૉક્ટર થાય અને જગતજીવોની સેવા કરી જીવન ઉજ્વળ કરે તેવા આશિર્વાદ આપી પ્રમાણપત્ર પણ આપેલ.જે નજર સમક્ષ રાખી મુકેશે પોતાના નામની આગળ માબાપના આશિર્વાદ અને શિક્ષકોના આશિર્વાદને સાર્થક કરી ડૉક્ટરની લાયકાત પ્રથમ વર્ગમા પાસ કરી મેળવી સાર્થક કર્યા. 

          ત્રીજુ સંતાન દીકરી હતી.તેનુ નામ ગીતા.દીકરી હોવાથી માતાપિતાની તો લાડલી હતી પણ ભાઇઓની પણ તે વ્હાલી એક  જ બહેન હતી. રક્ષાબંધન, હોળી, દીવાળી, નવરાત્રી જેવા પવિત્ર તહેવારોમાં તે કુટુંબનો તથા સગા સંબંધીઓનો અનહદ પ્રેમમેળવી લેતી. ભણતરમાં પણ તે ભાઇઓની સાથે હતી.તેણે બી.એ. કર્યુ અને પછી એમ.એ. પ્રથમ વર્ગમાં પાસ કરી અને વિધ્યાનગરની સરદાર પટેલ યુનીવર્સીટીમાં આર્ટસ કોલેજમાં પ્રોફેસરની નોકરી પણ મેળવી લીધી.ચોથુ સંતાન દિકરો હતો.તેનુ નામ હિતેશ.ઘરમાં નાનો એટલે માબાપ,ભાઇબહેન તથા સગા વ્હાલાનો પણ પ્રેમ ખુબ મળતો હતો.ઘણા લાડકોડમાં પણ જીવનના ધ્યેયને મગજમાં રાખી મહેનત કરી કૉમર્સમાં ડીગ્રી મેળવી જીવનને ઉજ્વળ કરવાના માર્ગને પકડી ચાલતો હતો.

 

             સમય તો કોઇની રાહ ના જુએ તેને પકડીને જે ચાલે તેને સર્વ રીતે સુખ શાંન્તિ મળે.મુરબ્બી શ્રી શીવાભાઇના જીવનમાં પણ સમય પ્રમાણે મોટા દીકરા વિક્રમને નોકરી મળ્યા બાદ વડોદરાની એક વિમાકંપનીના માલિકની સંસ્કારી અને ભણેલ દીકરી કોમલ સાથે લગ્ન થયા.મુકેશના ભણતરને લક્ષમાં રાખી વાત વાતમાં કોઇથી માહિતી મેળવી અમેરીકા રહેતા રસિકભાઇ તેમની વચેટ દિકરી સીમા માટે માગણી કરવા ભારત તેમના મિત્રના સાળાને લઇને મળવા આવ્યા. તેમની દીકરીનો ફોટો જોઇ મંજુબેનને તેમના દિકરા માટે અમેરીકા જવાના ઉત્સાહમાં ગમી ગઇ.મુહરત જોવડાવી લગ્ન તારીખ નક્કી કરી નડીયાદ સંતરામ મંદીરના લગ્ન મંડપમાં લગ્ન પણ થઇ ગયા.દીકરી ગીતાને પણ ભણતર પત્યા બાદ વડોદરા રહેતા એક સંસ્કારી કુટુંબમાં યોગ્ય પાત્ર મળતા પરણાવી દીધી. હિતેનને પણ ભણતરની સીડી અને સંસ્કાર મળેલા તેથી તે પણ ભણવામાં ફસ્ટ ક્લાસે પાસ થતો. અને તેણે કાયદાનો અભ્યાસ કરી વકીલની દીગ્રી મેળવી અને વકીલાત શરુ કરી. ચારે સંતાન પોતપોતના જીવનની કેડી પકડી સંસારની સીડી પર પગરણ માંડી જીવન સાગરમાં ધુમવા માંડ્યા.લગ્ન પછી છ માસ બાદ મુકેશ પણ અમેરીકા પહોંચી ગયો.મુકેશે વિદાય વેળા માબાપની આંખમાં હર્ષના આંસુ પણ જોયા હતા. હવે પોતાના વ્હાલા સંતાનને ક્યારે જોશે તે વિચારે માબાપની આંખમાં પાણી આવી ગયા હતા.  દિવસો,મહીનાઓ અને પછી વર્ષ પાણીની માફક વહી જાય છે.મોટા દીકરાના બે બાળકોને અને દિકરીના દિકરાને પણ બાદાદાએ રમાડ્યા. ચાર વર્ષ પછી મુકેશે સીમાને વાત કરી અને પોતાના માતા પિતાને અમેરીકા બોલાવવાની ઇચ્છા દર્શાવી.સીમા કહે આપણા સ્નેહલના જન્મદિનની પાર્ટી રાખવાની છે તો તેમને છ મહીના માટે બોલાવીએ.બધાની સરળ સમજુતી થતાં ભારત ફોન કરી કાયદાકીય કાગળીયા મોકલી વિઝા મેળવવા ની તૈયારી કરવા જણાવ્યું.શીવાભાઇ અને મંજુબેન ને વિઝા પણ મળી ગયા.નક્કી તારીખે એરપોર્ટ પર મુકવા આવેલ ત્રણેય બાળકો તથા તેમના પણ બાળકોને આંખમાં આંસુ સાથે વિદાય આપતા જોઇ માબાપની આંખમાં પણ વિદાયના આંસુ આવી ગયા. 

             અમેરીકાની ધરતીપર માબાપના આગમન વખતે મુકેશ આંખમાં આંસુ સાથે બંન્નેને બાથમાં લઇ રડી પડ્યો. સીમા પણ સાથે આવી હતી તે હાય મમી હાય ડેડી કહી સાથે લાવેલ સામાનને કારમાં મુકી તેઓને ઘેર લાવવાની ગોઠવણ કરી રહી હતી. માબાપની આંખમાં ખુશીના આંસુની કોઇ સીમા ના હતી.ઘણા વર્ષો પછી પોતાના વ્હાલા મુકેશને જોતા અનહદ આનંદ થયો.ઘેર પહોંચતાસીમાના માતાપિતા તેમના વેવાઇના આગમનની રાહ જોતા હતા.તેઓને પણ ઘણા વખત પછી મળતા આનંદ થયો. આજકાલ કરતા ત્રણ માસ પુરા થઇ ગયા તેની ખબર પણ ન પડી.ભારતથી ખબર અંતર માટે ફોનઆવ્યો તો તેમણે અહીં આનંદથી રહીએ છીએ તેમ જણાવ્યુ કારણ વિક્રમે તેમને કહ્યુ કે જોતમને ના ગમતુ હોય તો પાછા આવી જાવ. ત્યારે શીવાભાઇ એ કહ્યુ કે અમે સ્નેહલના જન્મદીન પછી પાછા આવી શુ કોઇ ચિંતા ના કરતા.  

                   શુક્રવારે રાત્રે ઘરમાં જ પાર્ટી રાખેલ તેથી સાંજે ચાર એક વાગ્યાના અરસાથી ઘરમાં ડેકોરેશન માટે પુરુષો અને સ્ત્રીઓ આવી ગયેલ સાથે સીમાની બહેનપણીઓ પણ આવેલ.સીમાએ મુકેશના મમ્મી પપ્પાને કહી દીધેલ કે તમે તમારી રુમમાં જ રહેજો કારણ કામમાં કોઇ દખલ ના થાય.અને તમને કહુ ત્યારે જ સરખા કપડાં પહેરીને પાર્ટીમાં કૅક કાપતી વખતે આવજો.નવેક વાગ્યાના અરસામાં ઘરમાં મહેમાનોના અવાજ શરુ થતાંશીવાભાઇને ખ્યાલ આવી ગયો કે હવે પાર્ટી શરુ થશે.અને એટલામાં જ મુકેશે બારણુ ખખડાવ્યુ અને અંદર આવીકહ્યુ પપ્પા મમ્મી થોડીવારમાં તમે સારા કપડાં પહેરી બહાર આવી જજો. મહેમાનો ખુરશી પર ગોઠવાવા મંડ્યા વાતોચીતો અને દારુ પીવાનુ પણ શરુ થયું.કૅક ટેબલ પર મુકાતા એક માણસે તેમને બોલાવ્યા કહે તમને સર બોલાવે છે.

                            શીવાભાઇ ધોતીયુ અને ઝભ્ભો અને મંજુબેન સાડી પહેરી આવ્યા અને ટેબલ પાસે તેમના દિકરાની અને પૌત્ર સ્નેહલની સાથે ઉભા રહ્યા.  સ્નેહલ થોડો આઘો ગયો  એટલામાં તેની મમ્મી સીમા પેન્ટ અને શર્ટ પહેરીનેઆવતા સ્નેહલ તેની સોડમાં જતો રહ્યો. સાસુ સસરાને આ કપડામાં જોતા છણકો પણ કર્યો. સીમાએ સ્નેહલનો હાથપકડી કૅક કાપી તેને ખવડાવી પછી મુકેશે તેના દીકરાને ખવડાવી અને પછી પોતાના મમ્મી પપ્પાને પણ ખવડાવીબધા પોતપોતાની ખુરશી પર બેસી ગયા અને પાર્ટીનો આનંદ લેવા લાગ્યા. એકબીજાને મળામળનો આનંદ લેવાતો હતો. દારુ અને પીઝા અને ચીકન પણ ખવાતા હતા. શીવાભાઇ અને મંજુબેનને પોતાના દીકરાને આ રીતેપ્રથમવારદારુ પી અને માંસ ખાતો જોયો અચાનક સીમા તેમની પાસે આવી કહે તમે તમારી રુમમાં જતા રહો અને ફરીબહાર ના આવતા કારણ આ પાર્ટીમાં તમારુ કામ નહીં. કંઇ પણ ખાધા વગર તેઓ બંન્ને તેમની રુમમાં જતા રહ્યા.

                        મંજુબેનને  ઘણો જ આઘાત લાગ્યો તેઓ આખી રાત રડ્યા તેમના પતિ તેમને છાના રાખવા કહે આઅમેરીકા છે એટલે આપણે કાંઇ જ બોલવાનુ નહીં મુગા મોં એ જોવાનું.પણ મંજુબેનથી સહન ન થતા રડતા જ રહ્યાઅને શીવાભાઇ ક્યારે સુઇ ગયા તેનો પણ તેમને ખ્યાલ નથી.    સવારે દસેક વાગે બ્રશ કરતા કરતા મુકેશે બારણુખખડાવ્યુ અને બારણુ ખુલ્લુ જ હતુ એટલે તે ઉઘાડી અંદર જુએ છે તેના પિતા તેની માતા સુઇ ગઇ હતી તે પલંગઆગળ  માતાના પગ આગળ બેસી રડતા હતા. મુકેશે આવી પપ્પાને હલાવ્યા  કહે કેમ તમે અહીં બેસી  ગયા છો?અને મમ્મી કહેતા ઓઢેલી ચાદર ખેંચવા ગયો તો આખી ચાદર ભીની હતી.ધીમેથી ચાદર ઉઠાવતા તેની મમ્મીને મૃત હાલતમાં  જોતા એકદમ ચમકી ગયો અને કહે પપ્પા આ શુ થયું? તેના પપ્પા પાસે કોઇ જવાબ ન હતો તેઓધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડ્યા.મુકેશ કાંઇ પુછે તે પહેલા તેઓ બોલ્યા ગઇકાલના પ્રસંગમાં આઘાત લાગતા તે આખીરાતખુબ જ રડી છે અને એટલે આ ચાદર તેના આંસુથી ભીની થઇ છે.પોતાના દિકરાને ત્યાં આવી આ જે બન્યુ તેનાથીશીવાભાઇને ખુબ જ દુઃખ થયું. મુકેશે તેના ભાઇબહેનને ભારત ફોન કરી જણાવ્યું.શીવાભાઇએ મુકેશને તેમને ભારતપાછા જવું છે તો તેમની જવાની વ્યવસ્થા કરવા વિનંતી કરી.મુકેશ કહે પપ્પા હુ ટાઇમ મળે ગોઠવણ કરીશ. આ વાતને  ત્રણ દીવસ થયા હશે સવારમાં દવાખાને જતાં ચા નાસ્તો કરવા ટેબલ પર બેસતા મુકેશે પપ્પાને ના જોતા અને તેમની  રુમનું બારણું બંધ જોતા સીમાને પુછ્યું પપ્પા કેમ નથી આવ્યા સીમાએ તેના નોકરને જોવા કહ્યુ નોકરે બારણુ ખખડાવ્યું અંદરથી બંધ હતું તેથી ખુલ્યુ નહીં ફરી ખખડાવ્યું કોઇ જવાબ ન આવતાં મુકેશ ઉઠીને આવી પપ્પા પપ્પાની બુમ પાડીબારણુ ના ખોલતા નોકર પાસે બીજી ચાવી મંગાવી બારણું ખોલ્યુ તેણે તેના પપ્પાને ચાદર ઓઢીને સુતેલા જ જોયાચાદર ખેંચતા તેણે તેના પિતાને મૃત્યુ પામેલા જોયા તરત સીમાને બુમ પાડી, સીમા આવે તે પહેલાં તે ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડ્યો. અમેરીકા આવી તેના માતાપિતા બંન્નેને દેહ મુકવો પડ્યો.

 

                                    સંત  સમાગમ                                  

તાઃ૧૭/૩/૧૯૮૧                                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ      

              જીવનના આદર્શો અને સંસ્કારના સીંચનથી આજે જેના નામને માનથી બોલાય છે તે અમૃત આજે જેવો છે તેવો તે પહેલા ન હતો. તેના જીવનમાં પડદા પાછળ નજર કરીએ તો અંધકારની ચાદર પર એક આશાનું કીરણ પડેલુ દેખાય છે. તેના માતાપિતાનો તે એક જ સંતાન. માન અપમાનને ગળી જવું તે તેના પિતા પ્રભાકરના દરરોજના જીવનમાં વણાયેલ હતું.તેમને મળેલા માબાપના આશિર્વાદ અને ભક્તિને જીવનમાં રાખવી તેવા સંસ્કારના સિંચન.પ્રભાકરના લગ્ન નજીકના ગામના એક મધ્યમવર્ગી કુટુંબમાં ભાઇભાંડું વચ્ચે ઉછરેલ બે બહેનોમાં નાની બહેન જેને બધા વ્હાલથી રાની કહેતા હતા તે જ્યોતી પારકા ઘરમાં પોતાના નામને પ્રજ્વલીત કરવા અને માબાપના નામને ઉજ્વળ કરવા પ્રભાકરની પત્ની થઇને આવી.મધ્યમવર્ગી અને મર્યાદાધારી કુટુંબમાં જન્મેલી દીકરીને પ્રેમ, આદર, સન્માન અને સંસ્કાર મળેલા.
                  

                  પ્રભાકરને અભ્યાસકાળ દરમ્યાન ઘણી અગવડ પડેલી કારણ માબાપની પાસે નાંણાની સગવડ ઓછી,પિતાને ગામમાં એક નાનકડી દુકાન હતી જેમાં મર્યાદીત આવક હતી.પણ પ્રભાકરને ભણવાની ધગસ અને ઇચ્છાને કારણે નજીકના શહેરમાં સાઇકલલઇને ત્રણ માઇલ ભણવા જતો.અને ઘેર આવી તેના પિતાને દુકાનમાં મદદ પણ કરતો. ભણતરની સાથે તેને નોકરી પણ મળી.અભ્યાસમાં મન પરોવાય અને અનુભવ થાય તેથી તે પોતાની લગન પ્રમાણે જ એક મોટા બીલ્ડરને ત્યાં સુપરવાઇઝરનુ કામબપોરે ૧૧ થી સાંજના ૭ સુધી કરતો. સવારમાં ૭ થી ૧૦.૩૦ નો અભ્યાસ પતાવી તે નોકરી કરતો.આમ તેના જીવનમાં અભ્યાસ કામની શરુઆત થઇ ગઇ. તેને મળેલા માબાપના સંસ્કાર જ તેને ભણતરમાં મન પરોવી મહેનત કરવાની સમઝ આપી હતી અને તેથી તે તેની નોકરીમાં પણ માલિકને સંતોષ આપતો હતો. તેની ધગસ અને લગન જોઇને જ જ્યોતી જેવી પત્ની મળી. જ્યોતી પોતાના નામને અને માબાપના નામને પ્રકાશીત કરી શકે તેવી હતી.જેથી તે આ ઘરમાં સમાઇ ગઇ. પ્રભાકરને એક બહેન પણ હતી પણ તે તેનાથી મોટી હતી એટલે જ્યોતીના ઘરમાં આવ્યા પહેલા તેના લગ્ન થઇ ગયેલ તેથી  જ્યોતીને આ ઘરમાં પ્રભાકરની બહેનનો સહવાસ બહુ નહીં મળેલ.પણ છતાં  બન્નેમાં પ્રેમ ભાભીનણંદ પુરતો મર્યાદીત ન હતો. જ્યારે જ્યારે પ્રભાકરના મોટી બહેન તારાબહેન આવે ત્યારે જ્યોતીની આંખો ભીંજાઇ જતી કારણ તેને નણંદમાં માનો આભાસ થતો હતો.કુટુંબમા જે રીતે પ્રેમના વાદળ છાયેલા હતા કે જે એકબીજાને નિરખી આત્મીયતા અનુભવતા હતા અને તે બનવાનુ કારણ કુટુંબને મળેલ ભક્તિ અને અંતરના પ્રેમનો સમાગમ. ઘણી વખત તો જ્યોતી તેની નણંદના ખોળામાં માથુ મુકી મા ની મમતા પણ મેળવી લેતી.

                    સમયને તો કોઇ રકી શક્યુ નથી. કુદરતની કૃપા અને માનવતાની મહેંકમાં ભણતર પુર્ણ થતાં પ્રભાકરને તે જ કંપનીએ ઘણા સારા પગારથી નોકરી આપી અને શહેરમાં નવુ મકાન પણ આપ્યું.માબાપની આંખોમાં પાણી આવી ગયા કારણ પ્રભાકર તેમની આંખની કીકી સમાન હતો અને ખુબજ વ્હાલો હતો તેના ઉજ્વળ જીવનમાં જલાબાપાની કૃપાથી જ્યોતી પણ આવી ગઇ.આજે પ્રભાકર અને જ્યોતીના ખુબ જ આગ્રહથી અને સંતાનના ખુબજ પ્રેમથી કરેલા દબાણથી ગામડાના ઘરને સગાને સોંપી દીકરાવહુ સાથે શહેરમાં રહેવા આવવાની ફરજ પડી.ગામને છોડવાના પ્રસંગે જે જે તેમને મળ્યા તેમની આંખો આંસુથી છલકાઇ ગઇ.તેમને પ્રભાકરના માબાપનો હવે સમાગમ નહી થાય. ગામના લોકોને ભક્તિ અને સંસ્કાર ભરેલ કુટુંબનો સહવાસ મળેલ અને તેથી જ ગામની પ્રજામાં પ્રેમનો સમાગમ જળવાયેલ. ઉજ્વળ જીવનમાં હંમેશા આશીર્વાદ અને પ્રેમ ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે તેમ માબાપની સેવા અને તેમની ભક્તિ એ સંતાનો પર પરમાત્માએ પ્રેમની વર્ષા કરી હોય તેમ પ્રભાકરને કંપની એ બીજા પ્રોજેક્ટોમાં મનેજરની સત્ત્તા આપી તેના કામની કદર કરી.આનંદીત જીવનમાં જાણે પ્રભાકરના માબાપની પ્રાર્થના પરમાત્માએ સાંભળી હોય તેમ જ્યોતીએ દીકરાનો જન્મ આપ્યો.

                     આજકાલને ગણતાં ગણતાં પ્રભાકરના માતાપિતા સમયને ના રોકી શક્યા અને તેઓના જીવ સંત શ્રી જલારામ બાપાના શરણે અર્પણ થયા એક જ વર્ષના ગાળામાં બંન્નેએ પૃથ્વી પરથી વિદાય લીધી.પ્રભાકર અને જ્યોતીના જીવનમાં માબાપની છાયાથી જ સંસ્કાર અને ભક્તિની મહેંક આવેલી તેથી જીવને અમરત્વ આપનાર અમૃતને તો ન જ ભુલાય તેથી તે બાળકને અમૃત નામ આપી માબાપની યાદ સદા ચિરંજીવી બનાવી.અમૃત બાળપણમાં તેના પિતાની જેમ ધગસ અને ઉત્સાહથી ભણવામાં મન રાખી મહેનત કરતો હતો.સમયમાં તેને બાલમંદીર કે હાઇસ્કુલનો અભ્યાસ પુરો કર્યો.કોલેજકાળ શરુ થયો.વાહન લઇ કૉલેજ જ્તો પ્રથમ બે વર્ષ ક્યાં નીકળી ગયા તેનો ખ્યાલ પણ ના રહ્યો.કોલેજમાં અભ્યાસની સાથે ઘેર મોડા આવવાનુ શરુ થયુ.તેના પિતાને એમ કે અમૃત બરાબર ભણતો હશે.પણ આ બાજુ તેને બે એવા મિત્રો મળી ગયા કે જે તેને લાલચ મોહમાં જકડી સીગરેટ અને છોકરીઓની લપેટમાં લઇ ગયા.એક વખત અમૃતને તેના માતાપિતાએ પુછ્યં ત્યારે કહે મારું ભણવાનું ચાલે એટલે મોડુ થાય છે તમારે કંઇ જોવાની જરુર નથી.આ સાંભળી તેને કહ્યુ પણ ખરુ કે બેટા જીવનના સોપાન સાચવીને ચઢીશ તો આગળ આવીશ કોઇ પણ પગલુ ભરતાં ધ્યેયને સાચવજે તો જીવન પાર ઉતરીશ.

                   એક દીવસ અમૃત રાત્રે ધણો જ મોડો ઘેર આવ્યો. બારણૂ ખખડાવ્યુ  તેની માતા આવી બારણુ ખોલ્યુ, તેને મા એ તરત જ કહ્યુ બેટા આજે તારા પિતાની તબીયત સારી નથી અને તુ આટલો મોડો ઘેર આવે તે સારુ નહીં તે તેની રુમમાં ગયો નાહી ધોઇ બહાર આવતા રડવાનો અવાજ સાંભળ્યો તેણે બારણા આગળ કાન ધર્યા તો તેની માતા તેના પિતાને કહેતી હતી આપણે આપણી ફરજ બજાવીએ છીએ પણ આપણા બેટા ને ખરાબ મિત્રોનો સહવાસ થયો છે તેમાં તમારે રડવાની જરુર નથી બધુ ભગવાન સારૂ કરશે. જલાબાપા દયાળુ છે આપણી ભક્તિ સ્વીકારી અમૃતને  સદબુધ્ધિ આપશે. 

                   બીજે દીવસે ગુરુવાર હતો સવારમાં વહેલો ઉઠી ઘરમાં કરેલ મંદીર સામે બેસી માળા ફેરવતો તેની માતા એ અમૃતને  જોયો તેની આંખમા પાણી આવી ગયા અને બેટાને બાથમાં ઘાલી આંસુ દીકરાના મોં પર પડ્યા. ત્યાં દીકરો ઉંચા અવાજે રડી પડ્યો અને માને બાથમાં ઘાલી કહે મા મને માફ કર મેં મારા માબાપના પ્રેમની કદર ના કરી. હું હવે ધ્યેયથી ભણતર પુરુ કરીશ. તે સવારે સમયસર કૉલેજ ગયો અને સમયસર સાંજે પાછો પણ આવી ગયો, તેના પિતાએ તેને કહ્યુ કેમ બેટા આજે વહેલો કૉલેજથી આવી ગયો? તેની પાસે જવાબ ન હતો તે તેના પિતાના પગમાં માથુ મુકી ખુબ રડ્યો તેના પિતાથી પણ ન રહેવાયું આંખ ભીની થઇ ગઇ.આ દીવસથી જ્યારે તેને  એન્જીનીયરની ડીગ્રી મળી ત્યારે તે યુનીવર્સીટીમાં પ્રથમ વર્ગમા પ્રથમ આવ્યો.

                  કોલેજથી રીઝલ્ટ લઇને સીધો ઘેર આવ્યો અને  કંઇ બોલતા પહેલા માબાપના પગમાં પડી ગયો. તેના પિતાના મુખમાંથી એક જ શબ્દ નીકળ્યો બેટા સમાગમ જીવનને મોડ આપે છે તે તેં સાબિત કરી બતાવ્યુ. જલાબાપા સદાય તારી સફળતામાં સાથે જ રહેશે. અને..........  

                               સમાગમ કરજો મારા ભઇ
                                             જીવન ના બગડે તમારુ અહીં
                                  મળશે વણ માગ્યો પ્રેમ જગતમાં
                                                     અંત આવશે તેનો અણદેખ્યો
                                     કરજો કામ ને સમજી આપ
                                                           કદી જીવનમાં પાછા પડશો નહીં
===================================================

                                   વાત,નિવૃત્તી નિવાસમાં                                   

તાઃ૧૯/૪/૨૦૦૯                                                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

 
           આજે સભાહૉલમાં બધા જ સમયસર આવી બેસી ગયા.પંદર દીવસે એક વખત બધા આ રીતે સાંજના ચાર એક વાગ્યાના અરસે હૉલમાં આવીને બેસે અને કંઇક વિતેલી વાતો કરી અનુભવ અને સમયની વાત કરે.પછી સાતેક વાગે જમવા માટે રસોઇ હૉલમાં જાય. ગયા વખતે મનુકાકા અને તેમના પત્નિ ઉષાકાકીની વાત સાંભળી ધણાને તો એમ થયુ કે આવુ થાય તેના કરતા તો સંતાન ન હોય તો કમસેકમ મનને શાંન્તિ તો મળે કે આપણી કોઇ જવાબદારી બાકી રહેતી નથી.આજે બધા સમય કરતાં વહેલા આવી બેસી ગયા કારણ આજે તેઓની સંભાળ રાખનાર સરગમબેન તેમના જીવનને લગતી કડી સંભળાવવાના છે. આમ તો સરગમબેન વડીલોની સેવા કરે અને ઓફીસનુ કામ પતાવી તેમને ફાળવેલ રુમમાં જઇ સુઇ જાય. પણ ગયા  વખતે મનુકાકાની વાત સાંભળી તેમનુ પણ મન ભરાઇ આવ્યું. સામાન્ય રીતે તેઓ આ હૉલમાં ન આવે કારણ દિવસ દરમ્યાનના કામથી થાકી જાય એટલે તેઓ માનસીક આરામ અને ભક્તિમાં થોડો સમય આપે.          
      ઑફીસના કામને આટોપી સરગમબેનને હૉલ તરફ આવતા જોઇ બધા જ શાંન્ત થઇ ગયા. સામાન્ય રીતે તો એકબીજાની સાથે વાતો ચાલતી હોય અને જ્યારે કોઇ પણ વૃધ્ધ જોડી પોતાની વાત કરે ત્યારે વચ્ચે વચ્ચે વાતો પણ થઇ જાય. બધાને આજે શાંન્ત રહેવામાં જ સરળતા દેખાઇ કારણ સરગમબેન એ બધાનો પ્રેમ પામી ગયા છે. બેન બારણે આવ્યા એટલે રધુકાકાએ પધારો બેટા કહ્યુ ત્યારે સરગમબેન બંધ હોઠે હસ્યા પણ ખરા.રાવજીકાકા કહે બેટા અહીં બેસો, તો મણીકાકી કહે બેટા અહીં મારી પાસે બેસને.પણ સરગમબેન કહે આજે તો  હું બધાની વચ્ચે જ બેસવાની છુ કારણ તમે બધાજ મારા છો.વચ્ચે બેસી કોઇપણ જાતનો વિચાર કર્યા વગર જ વાત શરુ કરી કારણ આજે તે જે કહેવાની છે તે  તેના જીવનમાં બનેલી હકીકત છે.
      બધા જ વડીલો શાંન્ત જોઇ સરગમબેને વાત શરુ કરી. મારો જન્મ આણંદ તાલુકાના એક નાના સમૃધ્ધ ગામમાં થયો હતો. ત્રીસથી પાંત્રીસ હજારની વસ્તીવાળુ ગામ. ગામમાં ખેડુતો,દુકાનદારો તથા બીજા નાના વ્યવસાયો હતા,હાઇસ્કુલ સુધી ભણવા સ્કુલ પણ હતી આગળ ભણવા માટે બાજુના મોટા શહેરમાં જતા ભણતર બાદ સારી નોકરી પણ શહેરમાં મળી જતી એટલે ગામમાં રહી વ્યક્તિઓ શહેરમાં નોકરી કરવા જતી. મારા બાપુજીનુ ગામમાં માન હતુ તેઓ ગામના સરપંચ હતા મારા દાદા પણ ગામના સરપંચ હતા એટલે ગામમાં અમારું કુટુંબ સામાજીક રીતે સેવાભાવીક હતુ.
             ગામમાં  હીન્દુ,મુસ્લીમ,શીખ,ઇસાઇ,હરીજન એમ બધી જ કોમના માણસો પોતપોતાના વ્યવસાય કરી પ્રેમથી જીવતા.હુ જ્યારે સ્કુલમાં જતી ત્યારે એક વખત મને યાદ છે કે મારાથી સ્કુલમાં આપેલ લેશન ઘેર સગા આવેલા તેથી મારાથી ના થયું ત્યારે મને મારા સાહેબે  લેશન ન લાવ્યાની સજામાં હાથમાં ફુટપટ્ટીથી મારેલ ત્યારે મારી બહેનપણી સાહિદા અને મૅરીની આંખમાં પાણી આવી ગયા હતા. સ્કુલથી છુટ્યા પછી તેઓ બન્ને મને બાઝીને રડી હતી.આવો અમારો પ્રેમ હતો.અત્યારે મેરી તો પરણીને અમેરીકા ચાલી ગઇ ઘણી વખત તેના ફોન આવે છે ત્યારે અમારા બંન્નેની આંખમાં પાણી આવે છે. સાહિદાને પણ ઘણી સારી નોકરી મળી છે તેના પતિ પણ સરકારી ઓફીસમાં ઘણી સારી જગ્યા પર છે.
                     સમય તો કોઇ પકડી શકતુ નથી. મારી ઉંમર ૧૮ વર્ષની હતી.મને યાદ છે તે પ્રમાણે તે દિવસ શનીવારનો હતો એટલે સ્કુલ બપોરેછુટી ગઇ.હુ ઘેર આવી. સાંજે છએક વાગ્યાના અરસામાં શેરીમા દોદાદોડ,બુમાબુમ અને ભાગમભાગનો અવાજ સંભળાયો. હું તથા મારી મમ્મીતરત બહાર બારણા તરફ દોડ્યા અને જોઈએ છીએ કે અમારા જ ગામના ગુલામકાકાના દિકરા અને તેમના ભાઇબંધો હાથમાં લાકડા લઇને બધાને મારે છે અને એક જણે મારા પપ્પાના માથે જોરથી લાકડાનો દંડો મારતા તેઓ પડી ગયા અને બુમાબુમ કરવા લાગ્યા. ગામના મુસલમાન અને હિન્દુઓ વચ્ચે કોમવાદી ઝગડો થતા મારા પપ્પાને પણ માર્યા માથામાંથી સખત લોહી નિકળતુ અમે જોઇ રહ્યા છે પણ અમે લાચાર બની ગયા અમારાથી બીકને કારણે તેમને ન બચાવી શક્યા.આ પ્રસંગ જોઇ મારી મમ્મી ભાગી પડી મારાથી કાંઇ જ ના બોલાયુ.મારા પપ્પાનુ અવસાન થયું. અમે નીરાધાર બની ગયા. મારા મામાને પેપરમાં સમાચાર વાંચતા ખબર પડી કે મારા પપ્પાનુ અવસાન થયુ છે. તેઓ તુરત બીજે દીવસે આવ્યા. મારી મમ્મી તો પોતાનું ભાન ભુલી ગઇ હોય તેમ પોતાના ભાઇને પણ ના ઓળખી શકી.મામાની આંખમાં પાણી આવી ગયું. તેમના ઘણા પ્રયત્ન પછી હુ અને મમ્મી તેમને ત્યાં ગામ છોડીને ચાલ્યા ગયા.

                       મારા ભણતરમાં મને હંમેશાં વડીલોએ જ પ્રેમ અને સહકાર આપ્યો છે. ભણતર પુરુ થાય તે પહેલા મારી મમ્મી આઘાત સહન ન કરી શકવાને કારણે પ્રભુના શરણમાં ચાલી ગઇ.મને મામાએ ઘણુ સમજાવી અને તેમની સાથે રહેવા રોકી પણ મને ખુબ જ દુઃખ થયુ કે આ જગતમાં માનવ માનવ તરીકે નહીં પણ કોમવાદની પડખે કેમ જીવે છે? શા માટે હિંસા અને દ્વેષ રાખી જગતના જીવોને દુઃખી કેમ કરે છે? મામાને કહ્યા વગર હું આ આશ્રમમાં આવીને પ્રભુકાકાને મળી.તેઓ અહીંના સંચાલક હોઇ મારા માટે લાગણી થતાં મને અહીં રહેવા એક રુમ આપી. આજે એજ રુમમાં હુ રહું છું. મને માબાપનો પ્રેમ ઓછો મળ્યો છે એટલે ભગવાને મને તમારા સૌનો પ્રેમ મળે તે તક આપી. મારા માબાપ,ભાઇભાંડુ એટલે કે મારુ સર્વસ્વ તમે જ છો.અને તમારા આશીર્વાદે મને સર્વ શાંન્તિ મળે છે.

                    અને અંતે હુ એટલુ જ કહીશ કે તમે જ મારુ જીવન છો.

                    બધાની આંખમાં પાણી આવી ગયા.ઇસ્માઇલકાકા તો સરગમબેનને બાથમાં લઇ ધ્રુશકે ને ધુશ્કે રડી પડ્યા તો સવિતાકાકી પણ મોટેથી રડી પડ્યા.પ્રસંગ એવો દેખાય કે જાણે સરગમબેનને તેમના માબાપ ભાઇબહેન સાથે સર્વસ્વ અહીંયાંજ મળી ગયુ છે.

                    ક્યારે સભા હોલમાંથી બધા પોતપોતાની રુમમાં ગયા અને ક્યારે સુઇ ગયા તેનો કોઇને ખ્યાલ નથી. બીજા દીવસની સવાર  કુકડાના અવાજથી આવી ગઇ.

++++++++++++++++++++++++++++++++++++++++++++++